ઉધના: સુરતના લીંબાયતમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર 6 અસામાજિક તત્વોની ધરપકડ બાદ પોલીસે કાઢ્યું સરઘસ
Udhna, Surat | Oct 11, 2025 સુરત શહેરના લીંબાયતના ગોવિંદ નગરમાં યુવક પર હુમલો કરનાર આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો પાર્કિંગના હપ્તા બાબતે ચાલતા વિવાદમાં માથાભારે 6 જેટલા અસામાજિક તત્વોએ એક યુવક પર બેરહમીપૂર્વક જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલામાં યુવકને ચપ્પુ અને પગથી માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલો કરનાર 6 આરોપીઓની ધરપકડ કરી હતી.