ચુડા: ચુડા શહેર ના વ્યક્તિને મોબાઈલ પર ઓનલાઇન રીલ્સ મા રૂ. 5 લાખની લોન ની લાલચ આપી રૂ. 31800 છેતરપિંડી કરી પડાવી લીધાની ફરિયાદ
ચુડા ના જોરાવરપરા માં રહેતા રમેશ કાંતિભાઈ ડાભીએ ચુડા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને મોબાઇલ પર ઓનલાઇન રીલ્સ જોતા વખતે રૂ. 5 લાખની લોન ની લાલચ આપનારે અમદાવાદ રૂબરૂ બોલાવી રવિના પટેલ તથા બલરામ સિંઘાનીયા ઉર્ફે શ્યામલ બજાજ એ લોન પેટે જુદી જુદી રીતે કુલ 31800 એડવાન્સ લઇ ને છેતરપિંડી કરી રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવતાં ચુડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.