જુનાગઢ જિલ્લાના ચોકી ગામમાં હાલના સરપંચ, ઉપસરપંચ અને ખાસ કરીને માજી સરપંચના ત્રાસ તથા દાદાગીરીથી કંટાળીને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકોએ આજે કલેકટર કચેરી ખાતે પહોંચીને સામૂહિક હિજરત કરવાની ચીમકી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ગામના રાજકીય વર્ચસ્વ ધરાવતા માજી સરપંચ દ્વારા સતત જ્ઞાતિગત વૈમનસ્ય ઊભું કરવામાં આવતું હોવાથી અને દલિત સમાજને ટાર્ગેટ બનાવી ધંધા રોજગાર બંધ કરાવી ભૂખે મારવાના પ્રયાસો થતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.