કીમ ગામ એ સીન સપાટા પાડવા એક યુવકને ભારે પડ્યા ,હાથમાં બંધુક જેવું હથિયાર રાખી યુવકે મિત્રના ખભા પર બેસી ડાન્સ કર્યો,રિલ્સ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી,જે રિલ્સ કીમ પોલીસને ધ્યાને આવતા કીમ પોલીસે તપાસ હાથ ધરી ,યુવકને પકડી પૂછતાછ કરી તપાસ કરતા એર ગન હોવાનું જાણવા મળ્યું ,કીમ પોલીસે યુવક પાસે માફી મંગાવી કાર્યવાહી કરી,યુવકનું નામ પિયુષ ઉર્ફે પાર્થ ચૌધરી હોવાનું જાણવા મળ્યું ,હાલ કીમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી