પંચમહાલ જિલ્લામાં ખનીજ ચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા માફિયાઓ ફરી એક વખત સક્રિય બન્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારી અધિકારીઓની હલચલ પર નજર રાખવા માટે ગોઠવાયેલા રેકી નેટવર્કના ઓડિયો મેસેજ અને વ્હોટસએપ ગ્રુપ સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ગોધરા SDM એન બી મોદીએ જણાવ્યું હતું