સાણંદ: સાણંદમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલીનું આયોજન કરાયું
સાણંદમાં કોંગ્રેસની જનાક્રોશ રેલી અમદાવાદ જિલ્લાના સાણંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે તેઓ પાયમાલ બની ગયા છે. આ મુદ્દા પર વાંધો દર્શાવવા અને સરકાર પાસે ખેડૂતોના દેવા માફ કરવા તેમજ યોગ્ય વળતર આપવાની માંગ કરવા માટે કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોએ જનાક્રોશ રેલીનું આયોજન કર્યું.