આજે તારીખ 27/11/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સંજેલી વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રમુખના માર્ગદર્શન હેઠળ વાણીયાઘાટી અને ઝુંસા ગામોમાં મતદાર યાદી વિશેષ સુધારણા (SIR) અભિયાન અંતર્ગત સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.વાણીયાઘાટી ગામ ખાતે સરતન ભાઈની આગેવાનીમાં કેમ્પ યોજાયો જેમાં સ્થાનિક લોકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારણા અને જરૂરિયાત મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું.