ભુજ: કેરામાં મોપેડને રિક્ષાએ હડફેટે લેતાં વૃદ્ધ ઘવાયા
Bhuj, Kutch | Sep 23, 2025 તાલુકાના કેરા ગામે મોપેડને રિક્ષાએ હડફેટે લેતાં વૃદ્ધને ઇજા થઇ હતી. તેથી તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ૬૦ વર્ષીય જેઠાલાલ વાલજીભાઇ પાંચાણી તા.૨૨ના ૮ વાગ્યાના અરસામાં એક્ટિવા લઈને કેરાના બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા. આ દરમ્યાન પાછળથી રિક્ષાએ ટક્કર મારતાં માથાના ભાગે ઈ