રાજકોટ પૂર્વ: ડી-સ્ટાફ પોલીસની ઓળખ આપી મોરબીના યુવાન પાસેથી રૂા.12 હજાર પડાવી લીધાં
રાજકોટના પોપટપરાનો મિહિર કુંગશીયા ફરી નકલી પોલીસ બનીને મોરબીના યુવાન પાસેથી રૂ.12 હજાર પડાવી લેતાં ફરીયાદ નોંધાઈ હતી. યુવાન બસપોર્ટ નજીક લારી પર જમવા બેઠો ત્યારે ઘસી આવેલ બે શખ્સોએ અમે પોલીસ સ્ટેશન ડી-સ્ટાફમાંથી આવીએ છીએ, તુ અમારી સાથે બેસી જા કહીં ગલીમાં લઇ જઈ ફડાકા મારી રૂ.12 હજાર પડાવી લઈ ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી મિહિર કુંગશીયા અને સંદિપ નામના શખ્સને દબોચી આકરી સરભરા કરી હતી.