ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો થકી 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબહેન ગજ્જરના અધ્યક્ષસ્થાને પ્રભાસપાટણ રામમંદિર ઑડિટોરિયમ ખાતે 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ' યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મશીન ઓપરેટર, વીમાસખી, લાઈફમિત્ર, ઈન્શ્યોરન્સ એડવાઈઝર સહિતની નિમણૂક મેળવનાર તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ એનાયત કરવામાં આવ્યાં હતાં.