થરાદ: થરાદમાં ડ્રગ્સ દબોચ્યું, કારમાંથી 21.83 લાખનું મેફેડ્રોન જપ્ત, એક આરોપી ઝડપાયો
થરાદ પોલીસે ભારતમાલા રોડ પર વાતડાઉ સીમ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે ગ્રાન્ડ વિટારા કાર માંથી 218.32 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત રૂ. 21.83 લાખ છે.પોલીસે કારમાંથી કુલ રૂ. 32.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં મહેસાણાના ઉંઝા તાલુકાના વતની પવનકુમાર ચંદુભાઈ પટેલ (34)ની ધરપકડ કરવામાં આવી છે. તે સિદ્ધિધામ બંગ્લોઝ, વૈદ્યનાથ મહાદેવ રોડ પર રહે છે.