નૂતનવર્ષના પાવન અવસર પર બપોર બાદ ચીખલી સ્થિત મંત્રી નરેશ પટેલના નિવાસસ્થાને વિવિધ આગેવાનો, કાર્યકર્તાઓ, મિત્રો તથા ગ્રામજનો શુભેચ્છા મુલાકાતે પધાર્યા. સહુને નૂતનવર્ષ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી અને સર્વાંગી વિકાસ, સુખ, સમૃદ્ધિ તથા સારું સ્વાસ્થ્ય મળે તેવી પ્રાર્થના કરી.