કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીનો સર્વે કરવા બાબતે જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ તેમજ પાક સર્વે ટીમના નોડલ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી તમામ ટીમોને પાક સર્વે ઝડપથી પૂર્ણ કરવા બાબતે સુચના આપવામાં આવી.