જૂનાગઢ: જે લોકોએ કિરીટ પટેલને મત ના આપ્યા તે લોકોએ આજે વાહ વાહ કરી
જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, જુનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેવલભાઈ ચોવટિયા અને જિલ્લા પંચાયત ડુંગરપુરના સભ્ય દિનેશભાઇ મૈતર દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ, ત્રણેય આગેવાનો આજે બિલખા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. વિજાપુર ગામ નજીક પહોંચતા રસ્તા પર એક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયેલો જોવા મળ્યો હતો.