આજે તારીખ 23/12/2025 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દાહોદ જિલ્લા DRDA નિયામકના અધ્યક્ષતામાં સંજેલી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તાલુકાના અરજદારો દ્વારા પોતાની સમસ્યા અને ફરિયાદો રજૂ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મૂળભૂત સુવિધાઓ અંગેની રજૂઆતો કરવામાં આવી. રજૂ થયેલ ફરિયાદોનું સ્થળ પર જ સંબંધી અધિકારીઓ દ્વારા નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.