જૂનાગઢ: સરકારના ટેકાના ભાવે મગફળી,સોયાબીન,મગ અને અડદની ખેડૂતોએ કરેલ ઑનલાઇન અરજીઓ બાબતે જિલ્લા સરપંચ યુનિયનના પ્રમુખે આપી માહિતી
તાજેતરમાં સરકાર શ્રી ના ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદ ની ઓનલાઈન ચાલું છે જે લોકો એ ઓનલાઇન કરાવેલ છે તેમાંથી અમુક ખેડૂતો ને છેલ્લા બે દિવસમાં સેટેલાઈટ સર્વ ના આધારે અરજી રીજેકટ કરવામાં આવી છે તેવા મેસેજ આવેલ પરંતુ અમુક ખેડૂતો ને સરતચુક અથવા ટેકનીકલ ખામી ના લીધે પાક હોવા છતાં અરજી રીજેકટ ના મેસેજ આવેલ હોય જેને લઇ જુનાગઢ જિલ્લા સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશભાઈ ખટારીયા દ્વારા નિવેદન આપી ખેડૂતોને માહિતી આપવામાં આવી છે.