ખોખરડા ફાટક સ્થિત જુનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક લિમિટેડ સાવજ ડેરીની ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના ચેરમને અશોક ચૌધરીએ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિત સમગ્ર નિયામક મંડળ દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું.મુલાકાત દરમિયાન અમૂલ ફેડરેશન ના વાઈસ ચેરમેન તથા રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા તેમજ અમૂલ ના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડેરીના વર્તમાન કાર્ય,દૂધ સંકલન, ગુણવત્તા નિયંત્રણ અંગે ચર્ચાઓ કરાઈ હતી.