થરાદ: રામપુરા ગામના પૂરપીડિતો ધરણાં પર,મામલતદાર-પ્રાંત કચેરીએ પાણી નિકાલની માંગ
થરાદ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આના પરિણામે રામપુરા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની માંગ સાથે રામપુરા ગામના પૂરપીડિતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં સુધી તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓ ધરણાં પર બેસી ગયા હતા.