ધાનેરા: ધાનેરામાં થરાદરી મોચી સમાજના 23માં સમૂહ લગ્ન.રોયલ સ્કૂલ કેમ્પસમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
ધાનેરા ખાતે શ્રી થરાદરી જન ક્ષત્રિય મોચી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. રોયલ સ્કૂલના કેમ્પસમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ધાનેરાના ઇતિહાસમાં મોચી સમાજ દ્વારા આ પ્રથમ સમૂહ લગ્ન હતું, જેને લઈને સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાનેરાના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા.