માળીયા હાટીના: કારે હડફેટમાં લેતા બાઈક ચાલકનું મોત
ચોરવાડમાં રહેતા કરસનભાઈ મેર રવિવારે મોડી રાત્રે 7817 નંબરના બાઈક પર બેસીને ચોરવાડના બાયપાસ ઓવરબ્રિજ પાસે સામેથી પુરપાટ ઝડપે આવેલી જીજે 19 એએફ 5260 નંબરની કારના ચાલકે બાઈકને ટક્કર મારતા કરસનભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી કેશોદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. અસ્માત અંગે પોલીસે મૃતકના નાના ભાઈ અશ્વિન મેરની ફરિયાદ લઈ કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.