ગત 9 ડિસેમ્બરના રોજ આ હાઈસ્કૂલમાંથી 14 મોનિટર, 13 સીપીયુ અને 15 કીબોર્ડ સહિત આશરે બે લાખ રૂપિયાના કોમ્પ્યુટરની ચોરી થઈ હતી.પોલીસે તપાસ દરમિયાન મહીજ ગામના વચલા વાસમાં રહેતા 22 વર્ષીય વિનોદ ધીરુભાઈ ઠાકોર નામના યુવકને ચોરીમાં સંડોવાયેલો હોવાનું શોધી કાઢ્યું હતું. તેની પૂછપરછ બાદ ચોરીનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.