વિસનગર: ખદલપુરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા મામલે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ
વિસનગર તાલુકાના ખદલપુર ગામમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હથિયારો સાથે બે જુથ સામ સામે આવી ગયા હતા અને મારામારી થતાં ત્રણને ઇજાઓ પહોંચી હતી જે બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મામલો શાંત પાડી બંન્ને પક્ષોની અલગ અલગ ફરિયાદો લઇ 13 વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.