ઉમરપાડા: માવઠાને લઈને ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.
Umarpada, Surat | Oct 29, 2025 ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદને કારણે પાકને| થયેલા નુકસાન બદલ ખેડૂતોને તાત્કાલિક સહાય વળતર ચૂકવવાની માંગ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરી છે. ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુભાષભાઈ વસાવાની આગેવાની હેઠળ મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર ઉમરપાડાના મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું.