ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે પ્રશંસનીય કામગીરી અંજામ આપતાં મોબાઈલ ચોરીના વોન્ટેડ આરોપી અજયભાઈ દીલીપભાઈ હળપતિને ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવિર સિંહ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહીલ તથા પોલીસ ઈન્સપેક્ટર વી.જી. ભરવાડના નેતૃત્વમાં ટીમે ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી અંજામ આપી હતી. આરોપી પાસેથી VIVO Y21T કંપનીનો ₹16,990 મૂલ્યનો મોબાઈલ પણ કબજે કરાયો છે.