વડોદરા પાલિકાની દબાણ શાખાની ટીમની નફ્ફટાઈ ખુલ્લી પડી ગઈ છે.કારેલીબાગ વિસ્તારમાં અમિતનગર બ્રિજ નીચે ફુગ્ગા વેચી આજીવિકા ચલાવતાં પરિવાર સાથે અન્યાય ના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગરીબ ફુગ્ગા વેચવા વાળાઓ ને પાલિકાએ પોતાનો શિકાર બનાવી દબાણ શાખાએ ફુગ્ગા સાથે પરિવારની સાયકલ પણ જપ્ત કરી લીધી હતી.એક નાનુ બાળક સાયકલ છોડાવવા રડી રહ્યું હતુ છતાં તંત્ર અડગ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણો યથાવત છે