કાલોલ: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંગે લોક જાગૃતિ લાવવા કાલોલ નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરાયુ
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના અને મધ્યમ વેપારીઓને વગર વ્યાજે સરકારના માધ્યમથી લોન આપવામાં આવે છે તે માટે વધુ લોકો જાગૃત થઈ સરકારની આ યોજનાનો લાભ લઇ શકે તે માટે કાલોલ નગરપાલિકા દ્વારા પાલિકાના પટાંગણમાં લોકમેળાનુ આયોજન કરેલું હતુ જેમાં કાલોલ ની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો ના મેનેજર અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. પાલીકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા ઉપપ્રમુખ ગૌરાંગ દરજી, કાઉન્સિલર હરિકૃષ્ણ પટેલ હાજર રહ્યા હતા.