સોમવારે બદલાયેલા હવામાન અને દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસની ગંભીર સ્થિતિના કારણે વડોદરા એરપોર્ટથી સંચાલિત થતી અનેક ફ્લાઇટ્સને આજે અસર થઈ હતી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે દિલ્હી-વડોદરા-દિલ્હી રૃટની મુખ્યત્વે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની કુલ ૬ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.