પલસાણા તાલુકામાં ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસીય ઇન્ટેન્સિફાઇડ ટી.બી. કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગંગાધરા અંતર્ગત AAM બગુમરા ખાતે યોજાયો હતો, જેમાં દીપક ફાઉન્ડેશન, વડોદરા દ્વારા ડિજિટલ X-ray વાન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમર, ઓછું BMI, ડાયાબિટીસ/બ્લડ પ્રેશર ધરાવતા, તેમજ ટી.બી.ના સંસર્ગમાં આવેલા 115 વલ્નરેબલ વ્યક્તિઓની X-ray તપાસ કરવામાં આવી હતી.