આજે તારીખ 12/12/2025 શુક્રવારના રોજ સવારે 11 કલાક સુધીમાં સિંગવડના બારેલા ગામે શોર્ટ સર્કિટથી 5 ઘરોમાં આગ લાગવા મામલે આપ સંગઠન મંત્રી નરેશ બારિયા દ્વારા સ્થળ મુલાકાત કરાઈ. થોડા દિવસ અગાઉ 5 મકાનમાં અચાનક આગ લાગી હતી અને 5 પરિવારમાં એક સાથે મુશ્કેલી વધી હતી. જેને લઈને આપ સંગઠન મંત્રી નરેશ બારિયા દ્વારા સ્થળ મુલાકાત કરી તાત્કાલિક સહાય કરવામાં આવે તેવી માંગ કરાઈ.