વડોદરા પશ્ચિમ: ચાપડ ગામે ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડામાં પડી જતા યુવકનું મોત, જુઓ વીડિયો
વડોદરા નજીક આવેલા ચાપડ ગામમાં રહેતા યુવકનું ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલા 10 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા આજે બપોરે મોત થયું છે. જેને પગલે ગ્રામજનોએ વુડાનાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે મુકેશભાઈ વસાવાનું મોત થયું હોવાના આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.