સુરતના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર ની ઘટના બની હતી. જે ઘટનામાં ફરાર આરોપી રવિ કુમાર સિંગ તેજીલાલ ઠાકુર ની શુક્રવારે સુરત ક્રાઈમ બ્રાન્ચે સહારા દરવાજા ખાતેથી ધરપકડ કરી હતી.પોતે અને મુખ્ય આરોપી શિવા ટકલા સહિતના ઈસમોએ પહેલી ડિસેમ્બરે સોએબ શેખ નું રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ કર્યું હતું.ગોડાદરા મિડાસ સ્ક્વેર નજીક લઈ જઈ ઢોર માર મારતા મૃત્યુ પામ્યો હતો.જે બાદ પોતે પોતાના વતન યુપી ખાતે ભાગી છૂટ્યો હતો. જ્યાં ત્રણ દિવસ અગાઉ આવેલા આરોપીને ઝડપી પાડ્યો.