જામનગર શહેર: જામનગરના હાપા રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
નુરી ચોકડી તરફના રોડ પર પોલીસે વોચ ગોઠવી અર્ટીગા કારને આંતરી તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દા‚ના ૫૨૮ ચપલા મળી આવ્યા હતા, કુલ ૬.૫૨ લાખનો મુદામાલ કબ્જે કરી નવાગામ ઘેડના શખ્સની અટકાયત કરાઇ હતી. જેમાં એકની સંડોવણી ખુલી હતી ઉપરાંત મહાકાળી સર્કલ પાસે દારૂની બોટલો અને બિયરના ટીન કબ્જે લીધા હતા, જયારે આરોપી ફરાર થઇ ગયો હતો ઉપરાંત દિ.પ્લોટ ૫૬માં જયુપીટર બાઇકમાંથી શરાબના ૪૮ ચપટા મળી આવ્યા હતા.