થરાદ: શિક્ષણ, વ્યસનમુક્તિ અને સ્વચ્છતા: ઉજ્જવળ આવતીકાલની ચાવી છે,થરાદ ધારાસભ્યે આપી પ્રતિક્રિયા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ થી લઈને ૨ જી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ વધારીને તથા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે સૌકોઈ આ અભિયાનમાં જોડાયું છે. સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને અને પ્રજા પોતે સ્વચ્છતા માટેનો સ્વભાવ બનાવે તે જરૂરી છે.