માંડવી: ઉટેવા ગામે એક યુવક ખાણમાં ડૂબી ગયો.
Mandvi, Surat | Oct 21, 2025 ઉટેવા ગામના હોળી ફળિયામાં રહેતો 20 વર્ષીય વિકાસભાઈ જયંતિભાઈ ગામીત લગભગ 5 વાગ્યાના અરસામાં ગામની સીમમાં આવેલી સરકારી ખાણના પાણીમાં નહાવા ગયો હતો. નહાતી વખતે તે અકસ્માતે ખાણના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.સમગ્ર ઘટના ની જાણ માંડવી પોલીસને કરવામાં આવતા માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.