આજે તારીખ 22/12/2025 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સંજેલી તાલુકાના ટીશાના મુવાડા ગામ ખાતે આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા કિસાન ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતા.કિસાન ન્યાય પંચાયત દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેમ કે ખેતી પાકના ભાવ, ખાતર-બીજની ઉપલબ્ધતા, વીજળી-પાણીની સમસ્યા, વીમા યોજના અને સરકારી લાભોમાં થતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.