અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિર પર ધ્વજારોહણનો પવિત્ર અને ઐતિહાસિક સમારંભ યોજાયો હતો.આ પ્રસંગે ડાંગ જિલ્લાના પ્રયોશા પ્રતિષ્ઠાન અને સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરનાં પી.પી. સ્વામીજી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા આ પુણ્ય પ્રસંગમાં પી.પી.સ્વામીજીની હાજરીએ ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. સમારંભ દરમિયાન રામભક્તિનો માહોલ છવાયો હતો.