ફરિયાદ મુજબ, તસ્કરોએ કંપનીની દીવાલ પરની લોખંડની રેલિંગ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને પુરાવા નાશ કરવાના ઈરાદે સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બગુમરા ગામે રહેતા અને કંપનીના માલિક રામકુમાર મનીરામ જવેલીયાએ આ અંગે કડોદરા GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ચોરાયેલા માલસામાનમાં આશરે ₹60,000ની કિંમતનો 150 મીટર વેલ્ડિંગ મશીનનો કેબલ, ₹20,000ની કિંમતના ચાર ગ્રાઇન્ડર મશીન અને ₹12,000ની કિંમતનું એક ગેસ કટર સાથે કુલ ₹92,000 ની ચોરી થઈ