મહુવા: નમો કે નામ રક્તદાન અંતર્ગત પુના આશ્રમશાળા ખાતે 98 યુનિટ રક્ત એકત્રિત કરાયું.
Mahuva, Surat | Sep 16, 2025 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે મહુવા તાલુકામાં સુરત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા આયોજિત નમો કે નામ રક્તદાન કાર્યક્રમ આશ્રમશાળા પુના ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી બામણિયા ના પ્રમુખ અને યજમાન આશ્રમશાળા પ્રમુખ માનસિંહ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.કુલ 98 યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું.