રણ ઓફ કચ્છ ખાતે કચ્છ યાત્રા રિસોર્ટ મધ્યે આયોજિત ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026 કાર્યક્રમમાં સચ્ચિદાનંદ મંદિર અંજારના મહંત ત્રિકમદાસજી મહારાજને સમાજ, સંસ્કૃતિ અને ધાર્મિક ક્ષેત્રે આપેલ અમૂલ્ય સેવાઓ બદલ ગૌરવપૂર્ણ રીતે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.આ પ્રસંગે મહંત ત્રિકમદાસજી મહારાજે પોતાના આશીર્વચન દ્વારા સેવા, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો સંદેશ આપી સૌને પ્રેરિત કર્યા.”