કલોલ તાલુકાના પાનસર, ડિંગુચા અને મોખાસણ ગામની પ્રાથમિક શાળાઓમાં વ્યસન મુક્તિ જાગૃત કાર્યક્રમ યોજાયો
Kalol City, Gandhinagar | Sep 15, 2025
કલોલ તાલુકાના પાનસર, ડિંગુચા અને મોખાસણ ગામની પ્રાથમિક શાળાઓમાં મણિનગર સ્વામિનારાયણ સંસ્થાન શિક્ષાપત્રી દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગુજરાતી ફિલ્મ જગતના કલાકાર સૌરભ રાજ્યગુરુ અને તેમની ટીમે નાટકીય સ્વરૂપે વ્યસનથી થતા નુકસાન સમજાવ્યા. તેમણે વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપી. વિદ્યાર્થીઓએ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક નિહાળ્યો. તેમણે વ્યસનમુક્તિ અપનાવવાનો સંકલ્પ લીધો. મણિનગર સ્વામિનારાયણ મંદિરના કાર્યકર્તાઓએ નાની ઉંમરના બાળકોને પ્રેરણા આપી.