જૂનાગઢ: ગિરનાર પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ થયા મામલે આપ નેતા પ્રવીણ રામે મહંત સોમનાથ બાપુની મુલાકાત કરી પ્રતિક્રિયા આપી
જુનાગઢ ગિરનાર પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલ તોડફોડ મામલે આપ નેતા પ્રવીણ રામે આજે મહંત સોમનાથ બાપુની મુલાકાત કરી પ્રતિક્રિયા આપી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જવાબદાર અસામાજિક તત્વોને ઝડપી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.