જૂનાગઢ: નવા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની શુભેચ્છા મુલાકાત લેતા લીલાભાઇ પરમાર
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તાજેતરમાં કેબિનેટ કક્ષાના મંત્રી બનતા તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ પોરબંદર ખાતે યોજાયો હતો જેમાં જૂનાગઢ ભાજપ અગ્રણી શ્રી લીલાભાઈ પરમારે પોરબંદર ખાતે જઈને અર્જુનભાઈ મોઢવાડિયાને શુભેચ્છા મુલાકાત લઈ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું લીલાભાઇ દ્વારા સન્માન કરી અભિવાદન પાઠવવામાં આવ્યું હતું