સુરત :પાંડેસરામાં ગાંજાનું વેચાણ કરી રહેલા બેને ઝડપી પાડી પોલીસે 2.55 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.પાંડેસરાના પુનિતનગરમાં પ્લોટ નં. 193માં પ્રથમ માળે રહેતો મૂળ ઓરિસ્સાનો 38 વર્ષીય અમુલ્યા સુભાષચંદ્ર શાહુ પોતાના મકાનમાં જ ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે તેના ઘરે તપાસ કરતાં 1.725 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે અહીંથી 86 હજારની કિંમતનો ગાંજો અને ગાંજાના વેચાણમાંથી મળેલા 86 હજાર મળી કુલ રૂપિયા 2.55 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો.