મણિનગર: ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા વિરોધ પ્રર્દશન
આજે સોમવારે બપોરે 1.15 વાગ્યાની આસપાસ ગુજરાત યુનિવર્સીટી ખાતે NSUIના કાર્યકરો દ્વારા વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યુ હતુ.GCAS પોર્ટલને લઇ NSUI દ્વારા ઠાઠડી કાઢી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોલેજોમાં બેઠકો ખાલી હોવા છતા વિદ્યાર્થીઓને એડમીશન ન મળ્યા હોવાના દાવા સાથે વિરોધ કરાયો હતો.સુત્રોચ્ચાર અને અનોખી રીતે વિરોદ પ્રર્દશન કરવામાં આવ્યુ હતુ.પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત પણ કરાઇ હતી.