વડોદરા પશ્ચિમ: પિતાનું દેવું દૂર કરવા પુત્ર વિદેશ ગયો અને ફસાયો: આજે છ મહિના થયા છતાં સંપર્ક થઈ શક્યો નથી
રૂપિયા કમાવાની લ્હાયમાં વિદેશ જવાની ઘેલછા ધરાવતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.વડોદરા ના સમા વિસ્તારમાં રહેતા એક પરિવારનો દીકરો પિતાનું દેવું (આર્થિક સંકડામણ) દૂર કરવા વિદેશ ગયો હતો.આજે છ મહિના વીત્યા છતાં આ આશાસ્પદ યુવક નો કોઈ પત્તો નથી જેના કારણે તેના ઘરડા માં બાદ ખૂબ ચિંતિત છે.