વિસનગર: સદુથલા કૈલાસ ટેકરી ધામના મહંત પર જીવલેણ હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ
વિસનગર તાલુકાના સદુથલા ગામે આવેલા સુપ્રસિદ્ધ કૈલાસ ટેકરી ઉમેદપુરી ધામમાં એક ગંભીર ઘટના સામે આવી છે. ધામના મહંત પ્રયાગપુરી મહારાજ રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા ૧૦ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો કડા રોડ તરફના પાછળના દરવાજાની દિવાલના વાયર તોડીને હાથમાં તલવાર જેવા હથિયારો અને લાકડીઓ લઈને મંદિરમાં ઘૂસ્યા હતા.