વડોદરા પશ્ચિમ: મગર પકડવા JCB બોલાવવું પડ્યું
હેમંત વઢવાણા અને તેમની ટીમે આજે મકરપુરા વિસ્તાર માંથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું,સ્પીડ ટ્રેન નુ કામ ચાલી રહ્યું છે ત્યાં બિલકુલ નજીક થી વિશ્વામિત્રી નદી પસાર થાય છે ત્યારે આ નદી માંથી મહાકાય મગર કામના સ્થળે આવી ચડ્યો હતો,જેથી હેમંત વઢવાણા ની ટીમ ત્યાં પહોંચી હતી.આ મગર એટલો મહાકાય હતો કે તેનું રેસ્ક્યુ કરવા માટે JCB ની મદદ લેવાની ફરજ પડી હતી.