પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી મુસ્તકીમ ઇશાક પોલાને પંચમહાલ પેરોલ–ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો હતો. એએસઆઈ દલપતસિંહ નાઓને મળેલી હ્યુમન સોર્સની માહિતીના આધારે આરોપીને ગોધરાના રહેમતનગર વિસ્તારમાં તેના ઘર પાસેથી પકડવામાં આવ્યો. બાદમાં આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.