વડોદરા: દેવઉઠી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ નીકળ્યો,મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
વડોદરા : વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આજે દેવ ઉઠી અગિયારસે માંડવી પાસે આવેલા વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો રાજવી પરિવાર દ્વારા પૂજન અર્ચન થયા બાદ નીકળ્યો હતો.મોટી સંખ્યામાં ભક્તો ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં જોડાયા હતા.215 વર્ષથી ભગવાન વિઠ્ઠલનાથજીનો પ્રતિ વર્ષે વરઘોડો નીકળે છે.ત્યારે સતત 216 માં વર્ષે પણ આનબાન શાન થી ભગવાન વિઠ્ઠલાજીને પાલકીમાં બિરાજમાન કરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.