દાંતા: અંબાજી માં કોરિડોર ના અસરગ્રસ્તોની મકાનના બદલે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ માટે બજારો સંપૂર્ણ બંધ રહ્યા
અંબાજીમાં નવીન બનતા કોરીડોરમાં અસરગ્રસ્તોના 89 મકાનો તૂટી ગયેલા છે અને વધુ 267 મકાનો ને તોડવાની નોટિસ મળતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા ની માંગ સાથે આવેદનપત્ર આપવા માટે એકઠા થયા હતા અને અંબાજી ગામ પણ સંપૂર્ણ બંધ રહ્યું હતું અસરગ્રસ્તો 51 શક્તિપીઠ સર્કલે ભેગા થઈ અને ત્યાંથી અંબાજી ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ દાંતા જઈ મામલતદારને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું તેમણે મકાનના બદલે વૈકલ્પિક વ્યવસ્થા ની માંગ કરી હતી